Tuesday, February 15, 2011

સુંઢિયા ગામમાં ગોગા મહારાજ નાં મંદિરે રૂપિયાનો વરસાદ

મહેસાણા જીલ્લા ના વડનગર તાલુકાના સુંઢિયા ગામ માં શ્રી દાસજિયા ગોગા મહારાજ નું મંદિર આવેલું છે જે ૪૦૦ વર્ષ જુનું છે તેનું નવનિર્માણ ઈ.સ. ૧૯૮૫ માં કર્યું હતું, ભુવાજી તળજાભાઇ કાળાભાઈ હતા. તેઓ દેવલોક પામ્યા પછી શ્રી બળદેવભાઇ તળજાભાઇ ૭ વર્ષ ની ઉંમરે ગોગાબાપા ના ભુવાજી બન્યા હતા. હાલ માં તેમની ઉંમર ૩૫-૪૦ વર્ષ ની હશે. ગોગાબાપા લોકો ના દુખ ભાંગે છે, અને પરચા પૂરે છે.હાલ માં ગોગા મહારાજે સુંઢિયા ગામમાં મોટો પરચો પૂરો કર્યો છે.
P031010 11.41 01 સુંઢિયા ગામમાં ગોગા મહારાજ નાં મંદિરે રૂપિયાનો વરસાદદાસજિયા ગોગા મહારાજ નું મંદિર – સુંઢિયા
હાલ માં સુંઢિયા ગામ ગોગા મહારાજ ના મંદિર માં ૧ રૂપિયો, ૨ રૂપિયા, ૫ રૂપિયા જેવા રૂપિયા પડે છે. જેની શરૂઆત આજ થી ૬ મહિના પહેલા થી થઇ છે.
મંદિર માં આરતી સમયે સવારે અને સાંજે રૂપિયા પડ્યા હતા. પરંતુ ખબર નહોતી કે આ રૂપિયા ક્યાં થી પડે છે. પરંતુ આ તો ગોગાબાપા નો ચમત્કાર હતો. પછી તો ગોગા બાપા ત્યાં ના લોકો ના પરચા પૂરવા લાગ્યા.
સુંઢિયા ગામ ના એક પટેલ ભાઈ એ બેલ વગાડ્યો હતો અને ત્યાં થી રૂપિયો પડ્યો. દર્શન કરવા આવેલા એક ભાઈ ગોગા બાપા ની મૂર્તિ તરફ થી આવી ને રૂપિયો તેમની જોડે પડ્યો. પછી તો આખા નેસડા અને ગામ માં ખબર પડી. પછી ગામ ના અમુક લોકો એમ વાતો કરવા લાગ્યા કે મંદિર માં જ કેમ રૂપિયા પડે છે? તો એ લોકો ના ઘેર પણ રૂપિયા પડ્યા. પછી એ લોકો ને ખબર પડી કે આ તો ગોગા બાપા નો પરચો છે.
P031010 11.39 02 સુંઢિયા ગામમાં ગોગા મહારાજ નાં મંદિરે રૂપિયાનો વરસાદ
ભુવાજી શ્રી બળદેવભાઇ તળજાભાઇ
પછી થોડાક સમય પછી નાગપંચમી આવી. ત્યારે ગોગા બાપા નો હવાન અને વરઘોડા નું આયોજન રાખ્યું. ચોથ ના દિવસે વરઘોડો હતો. તો વરઘોડા ના દિવસે ગામ માં ચોકે-ચોકે બાપા એ રૂપિયા વરસાવ્યા હતા.પછી ગામ ના પટેલ આવું કહેવા લાગ્યા કે આતો સાલ વાળા સિક્કા પડે છે. પરંતુ ગોગા બાપા સાચા હોય તોં સાલ વગર ના સિક્કા પડે. તો પાંચમ ના દિવસે બાપા એ સાલ વગર નો  પાંચ નો સિક્કો આપ્યો છે.આ રીતે ગોગા બાપા હાલ માં પણ પરચા પૂરે છે.
સુંઢિયા ગામ ની એક છોકરી તેનું સાસરું મછાવા ગામ માં થાય છે. તે વાળંદ ની દીકરી છે. તેને તેની સાસુ ને કહ્યું કે મારે પિયર માં ગોગા બાપા નો વરઘોડો છે. તો જવું છે. અને ગોગા બાપા એક રૂપિયો આપશે તો લઇ ને આવીશ. ત્યારે તેની સાસુ એ કહ્યું તારો સુંઢિયા વાળો ગોગો બાપો સાચો હોય તો આપડી ઘરે રૂપિયો આપે. તો એમના ઘરે એક એક કરી ને સોળ રૂપિયા પડ્યા અને ૧૦૦ ગ્રામ કંકુ પડ્યું.
આમ ગોગા બાપા ના મંદિરે હાલ માં પણ રૂપિયા પડે છે. જો જેની સાચી ભક્તિ અને શ્રદ્ધા હશે તો ગોગા બાપા ૧,૨,૫,૧૦ રૂપિયા એમના ઘરે પણ પડશે અને ગોગા બાપા આશા પૂરી કરશે . એ મને પૂરો વિશ્વાસ છે.                                             JAY GOGA JAY SEMOJ
                                                                  

No comments:

Post a Comment